એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ


એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે


પ્રાણ પ્યારું છે અમને અતિશય વ્હાલું છે
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે


પુષ્ટિમાર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો તાપ નસાવ્યો
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે


સેવા માર્ગ ચલાવ્યો ભક્તિનો માર્ગ પ્રસરાવ્યો
એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે


મેવાડ મધ્યે આજે જેનું સ્વરૂપ સુંદર રાજે
એવું શ્રીનાથજી નું નામ અમને પ્રાણ પ્યારું છે


કાંકરોલી મધ્યે બિરાજે રૂડો રાય સાગર ગાજે
એવું શ્રી દ્વારકાધીશ નું નામ અમને પ્રાણ પ્યારું છે


ગોકુળ માં ગૌધન ચારી વૃન્દાવનમાં કુંજ બિહારી
એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે