આજે સૌને જય શ્રી કૃષ્ણ


આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
હરિ ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો


મન મંદિરના ખૂણે ખૂણે થીકચરો કાઢી નાખજો
અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો


વ્યવહારો પુરા કરીને પરમારથ માં રાચજો
સઘળી ફરજો અદા કરીને સત્સંગ મહી બેસજો


હરતાં ફરતાં કામજ કરતાં હૈયે હરિને રાખજો
માન બડાઈ મૂકી દઈને ઈર્ષા કાઢી નાખજો


હૈયે હૈયા ખૂબ મિલાવી હરિનું નામ દીપાવજો
ભક્તિ કેરું અમૃત પીને બીજાને પીવડાવજો


સૌમાં એક પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો
શંકરની શીખ હૈયે ધરીને હરિથી સુરતા સાધજો


આજે સૌને જાય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો

હારી ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો