નાગર નંદાજી લાલ-રાસ


નાગર નંદાજી લાલ નાગર નંદાજી ના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ

વૃંદાવનની કુંજ ગલી માં બોલે ઝીણા મોર
રાધાજી ની નથણી નો શામળિયો છે ચોર  ચોર  ચોર         --નાગર

ફરતી તી હું ગગન ના આરે બાજે મુરલિયા રે
હો ડગમગતા તારલિયા ને ઝમકે ઝાંઝરણું

હો ગોરી ના ઘુંઘટ માં રૂપ નું ચાંદરણું
વિશ્વ કેરા વડલાની ડોલંતી ડાળી બોલે કોયલીયા રે  
ફરતી તી હું ગગનને આરે બાજે મુરલીયારે                  -     નાગર        

નથણી ને કારણે મેં તો ગોત્યું વૃંદાવન
નથણી આપોને મારા પ્રાણ જીવન વન વન                        નાગર

નાની નાની નથણી ને માંહી ભર્યા છે મોતી

નથણી ને કારણે હું તો રોજ ફરું છું જોતી જોતી જોતી       નાગર