જમુના જળ માં કેસર ઘોળી


જમુના જળ માં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા     ----જમુના


અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યાર માં
તેલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળ માં  ---જમુના


કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખો માં આંજુ અંજન મારા વાલમા  ---જમુના


હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં
નજર ના લાગે શ્યામસુંદર ને ટપકું કરી દઉં ગાલમાં  ---જમુના


પગમાં ઝાંઝર રૂમઝૂમ વાગે કર માં કંકણ વાલમા
કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલ માં              ----જમુના


મોર મુગુટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં    --જમુના


દૂધ કટોરી ભરી ને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શ્યામળા         ----જમુના