મંદિર તારું વિશ્વ રૂપાળું


મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે
પળ પળ તારા દર્શન થાયે દેખે દેખનહારા રે     ----મંદિર


નહીં પુજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે
નીલ ગગન માં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે    --મંદિર


વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે
મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે       ---મંદિર