જવા દો જી નૌકા કિનારે


જવા દો જી નૌકા કિનારે કિનારે પડેલા પ્રભુજી તમારે પનારે
હું જો વિસારું તો તમે ના વિસારો તમો જો વિસરો તો હું ના વિસારું
તમારું અમારું બન્યું મજિયારું જવા દો જી નૈયા કિનારે કિનારે

વિઘ્નો હજારો નડ્યાં છે ને નડશે લાકડી માર્યાથી પાણી જુદાં કેમ પડશે
હમે દેખનારા તમે મારી આંખો અમે પ્રેમ પંખી તમે મારી પાંખો               ---જવા દો જી

અમો મોર કોયલ તમે દ્યો જી ટહુકા અમારા જીવન ની તમે છો જી નૌકા
તમે સુખ સિંધુ સમુદ્ર અમારા અમો મરજીવા પ્રભુજી તમારા                   ---જવા દો જી  

તમે છો દ્વારકાધીશ હું છું સુદામા અમારા તમોને હજારો પ્રણામો
હજારો ગુના છે પ્રભુજી અમારા અમોને શરણમાં તમે રાખનારા            ---- જવા દો જી