મન તું શંકર ભજી લે


મન તું શંકર ભજી લે મન તું શંકર ભજી લે
છોડ દે કપટ ભોળા નાથ ને ભજી લે          ----મન

કોઈ ચઢાવે બિલીપત્ર કોઈ ચઢાવે દૂધ
કોઈ ચઢાવે ગંગાજળ ને કોઈ ચઢાવે ભભૂત   ---મન

બ્રાહ્મણ ચઢાવે બિલીપત્ર ને દુનિયા ચઢાવે દૂધ
રાજા ચઢાવે ગંગાજળ ને જોગી ચઢાવે ભભૂત -- મન

કોઈ માંગે અન્ન વસ્ત્ર ને કોઈ માંગે પુત્ર
કોઈ માંગે કંચન કાયા કોઈ માંગે રૂપ           ----મન

આંકડાની રોટી બનાવી ધતુરાનું શાક

પીરસે દેવી પાર્વતીને જમે ભોળા નાથ          ----મન