નાગર નંદાજી ના લાલ


નાગર નંદાજી ના લાલ નાગર નંદાજી ના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ         -રાસ

નાની નાની નથણી ને માંહી જડેલા મોતી
નથણી ને કારણે હું તો નિત્ય ફરું છું જોતી જોતી જોતી    --નાગર

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા
નથણી આપોને બેની સુભદ્રા ના વીરા વીરા વીરા             --નાગર

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય ખાય ખાય      --નાગર

આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણી નો શામળિયો છે ચોર ચોર ચોર           --નાગર

નથણી આપોને પ્યારા નંદના કુમાર

નરસૈયા ના સ્વામી ઉપર જાવું હું બલિ હાર હાર હાર         --નાગર