વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે

વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
તેનો શબ્દ ગગન માં ગાજે છે              ---વૃંદાવન

વૃંદા તે વન ને મારગે જાતાં
વ્હાલો દાણ દધિના માંગે છે                --- વૃંદાવન

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે
વ્હાલો રાસ મંડળમાં વિરાજે છે             ---વૃંદાવન

પીળાં પીતાંબર જરકસી જામા
વ્હાલાને પીળો તે પટકો વિરાજે છે          ---વૃંદાવન

કાને તે કુંડળ મસ્તકે મુગુટ
હાંરે વ્હાલા મુખ પર મોરલી વિરાજે છે     ---વૃંદાવન

વૃંદા તે વન ની કુંજ ગલન માં
વ્હાલો થનક થૈ થૈ નાચે છે                      ---વૃંદાવન

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ના ગુણ

વ્હાલા દર્શન થી દુઃખડા ભાગે છે              ---વૃંદાવન