થાળ-મારે મંદિરિયે આજે કીધા છે ભોજનિયાં

થાળ

મારે મંદિરિયે આજે કીધા છે ભોજનિયાં મન ભાવતા
વ્હેલા વ્હેલા આવજો કાન્હ વાર ન લાગે આવતા

સ્વાગત માં પુષ્પો ની માળા તૈયાર છે
કોમળ કળીઓ થી ગૂંથેલા હાર છે
આનંદ થાશે હૈયા માં પ્રેમ થી પહેરાવતાં           --- વહેલા વહેલા

રૂપાના બાજઠ ને કંચન નો થાળ છે
સ્નેહ ભરી સામગ્રી સઘળી તૈયાર છે
એક પછી એક હું માંડુ પીરસવા
આવે ઉછાળો ધરાવતા                                 ---વહેલા વહેલા

બુંદી ના લાડુ ને માવા ની ઘારી
પિસ્તા ની બરફીને સેવ સુંવાળી
પ્રેમ થી આરોગજો લચપચતા લાડુ
થાક લાગ્યો છે લાડુ વાળતાં                          ---વહેલા વહેલા

દૂધી મોં હલવો ને પુરણપોળી
બેપડી રોટલી ઘીમાં ઝબોળી
મગજ મેસુર ને મોહનથાળને
વાર લાગી છે બનાવતાં                             ---વહેલા વહેલા  
શાક કીધાં છે મેં તો વિધ વિધ જાતના
કરવા વખાણ શું કેશરીયા ભાત ના
કઢી ને દાળની વાત અનેરી
મહેંક આવે છે ધરાવતાં                              ---વહેલા વહેલા

જળ મારા ઘર નું જમુનાજી નું જાણજો
મુખવાસ કરી વહાલા વાત મારી માનજો
ભક્ત મંડળ ને ઘેર રોજ રોજ આવજો

થાકું ના તમને જમાડતાં                              ---વહેલા વહેલા