જ્યોતિરૂપ તું તારણહાર અંબા

જ્યોતિરૂપ તું તારણહાર અંબા તું છે સૌ ની માત
અંબા બહુચર તારું નામ ભવસાગર તરવાનું ઠામ

ભુવનેશ્વરી ભીડ ભાગો માત શરણે આવ્યા તારા બાળ
બેઉં કરજોડી લાગું પાય શાંતિ ભક્તિ દેજો માત

મારા મન ની એ અભિલાષ દર્શન આપ તું અંબે માત

વિનંતી મારી સુણજો માત તુજ ચરણોં માં કરજો વાસ