ધર્મ અમારો એક માત્ર

ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મ સેવા કરવી
ધ્યેય અમારું છે વાત્સલતા વિશ્વમહીં એને ભરવી

સકળ જગતની બની જનેતા વાસ્તલતા સહુ માં રેડું
એજ ભાવના ના અનુયાયી બનવાને સહુ ને તેડું

નાત જાત ના ભેદ અમોને લેશ નથી કઈ આભડતા
દેશ વેશ ના શિષ્ટાચારો વિકાસ માટે નહિ નડતા

નિર્ભય બનીને જાનમાલ ની પરવા કદીએ ના કરીએ
અમ માલિકી ની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરિએ

બ્રહ્મચર્ય ની જ્યોત જગાવી સત્ય પ્રભુ ને મંદિરિયે
જગ સેવા ને આંચ ન આવે એ વ્યવસાયો આચરીએ

સદગુણ સ્તુતિ કરીએ સહુની નિંદાથી ન્યારા રહીએ
વ્યસનો ત્યજીએ સદગુણ સજીએ ટાપટીપ ખોટી ત્યજીએ

ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું ને વદવું
સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપવિકારો થી ડરવું

છતાં થાય ગફલત જે કંઈ તો ક્ષમા માંગી હળવાં થઈએ

સર્વ ક્ષેત્ર માં રહીએ તોપણ આત્મ ભાન નહિ વિસ્મરીએ