કાનુડે ન જાણી મારી પીડ

કાનુડે ન જાણી મારી પીડ
બાઈ હું તો બાળ કુંવારી રે                   ---કાનુડે

જળ રે જમુના ના અમે ભરવા ને ગ્યાતાં
કાનુડે ઉડાડ્યાં આછા નીર
નીર ઉડ્યા ફરરર ફરરર રે                      ---કાનુડે

વૃંદા તે વન માં વ્હાલે રાસ રચ્યો રે વ્હાલા
સોળસે ગોપી ના ખેંચ્યા ચીર
ચીર ફાડ્યા ચરરર ચરરર રે                     ---કાનુડે

હું તો વેરાગણ વ્હાલા તમારા રે નામની
કાનુડે માર્યા છે અમને તીર
તીર વાગ્યા અરરર અરરર રે                    ---કાનુડે

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ વ્હાલા
કાનુડે બાળીને કીધા ખાખ

ખાખ ઉડી ખરરર ખરરર રે                       ---કાનુડે