નિત્ય નિત્ય ભજીએ તારું નામ

નિત્ય નિત્ય ભજીએ તારું નામ તારું નામ
તારું નામ તારું નામ નિત્ય નિત્ય ભજીએ
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી

આણી તીરે ગંગા વ્હાલા પેલી તીરે જમના વ્હાલા
વચમાં ગોકુળિયું રૂડું ગામ  રૂડું ગામ                    ---પ્રેમ થકી  

વૃંદા તે વન ના ચોકે રાસ રચ્યો છે વ્હાલા
સોળસે ગોપીમાં ઘેલો કાન   ઘેલો કાન                ---પ્રેમ થકી

અન્ન ન ભાવે નયણે નિંદ્રા ન આવે વ્હાલા
સહેજે  પધારો સુંદરશ્યામ  સુંદરશ્યામ                ---પ્રેમ થકી

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ના ગુણ વ્હાલા

છેલ્લી બાકી ના રામો રામ રમો રામ                     ---પ્રેમ થકી