કોની જુએ છે તું વાટ

કોની જુએ છે તું વાટ અભાગી કોની જુએ છે વાટ
કોણ રે આવી નાવ લાવી તુજ નાંગરશે ઉરઘાટ                      ---કોની

ઊઠ ઊભો થા ઝાલી લે લાકડી લઈ લે તારે કાંધે તું ગાંસડી        
આવવાનું નથી કોઈ તેથી ના રહેવું રોઈ
જાવાનું છે તારે થાવાનું છે તારે નાના મટી ને વિરાટ                    ---કોની

આફત આવશે આભથી ઊતરી લેશે ધરા નિજ દુઃખમાં જોતરી
તોય છે તારે માથે થઈ એક જવું સહુ સાથે

લેખ લખ્યા છે માનવી તારે એકજ ભવ્ય લલાટ                         ---કોની