ખમ્મા મારા નંદાજી લાલ

ખમ્મા મારા નંદાજી લાલ મોરલી ક્યાં રે વગાડી
હું રે સૂતી તી મારા શયન ભવન માં
સાંભળ્યો મેં મોરલી નો નાદ            ---        ---    મોરલી

ભર રે નીંદરડી માં થી જાગી
ભૂલી ગઈ હું તો ભાન સાન           ---         -----મોરલી

પાણીડાં ની મશે જીવન જોવાને હાલી
દીઠા મેં તો નંદજી ના લાલ                   --  ------મોરલી

દોણું લઈને ગૌ દોહવા ને બેઠી
નેતરાં લીધા હાથ                              ---   --     મોરલી

વાછરું વરાહે મેં તો છોકરાં ને બાંધ્યા

નેતરાં લીધા હાથ                              --     ----મોરલી