વિધિ ના લખીયા લેખ લલાટે

વિધિ ના લખીયા લેખ લલાટે એમજ થાય થાય થાય

શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માતપિતા ની કરતો
તીરથે તીરથે ડગલાં ભરતો ચાલ્યો જાય જાય જાય       --- વિધિ ના

કરવા માતપિતા ની સેવા શ્રવણ જાયે પાણી ભરવા
ઘડૂલો ભરતાં મૃગલા જેવો અવાજ થાય થાય થાય         ---વિધિ ના
દશરથ મૃગયા રમવા આવે મૃગલો જાણી બાણ ચલાવે
બાણે શ્રવણ નો જીવ ચાલ્યો જાય જાય જાય                  ---વિધિ ના

અંધા માતપિતા ટળવળતા દીધો શાપ જ મરતાં મરતાં
દશરથ પુત્ર વિયોગે જીવડો તારો જાય જાય જાય                ---વિધિ ના

જયારે રામજી વન સંચરીયા દશરથ પુત્ર વિયોગે મરીયા

પુનિત કહે છે દુઃખ ના દરિયા ઉભરાઈ જાય જાય જાય         ---વિધિ ના