હો ડાકોરવાળા તારે ને મારે ભાઈબંધી

હો ડાકોરવાળા તારે ને મારે ભાઈબંધી
હો ભાઈબંધી રે ભાઈ ભાઈબંધી


તું ગોકુળ માં ગાયો ચરાવતો તો
તું  ગોપીઓ ના માટ ઉતારતો તો
તું અમને ખૂબ ખિજાવતો તો          ---હો


અમે યમુનાની રેતી માં રમતા તા
દહીં ભાત ને ઢેબરાં જમતા તા
તને ગોવાળિયા બહુ ગમતા તા         --હો


તેં કાલિય મર્દન કર્યા હતા
તેં યમુના જળ ને મીઠા કર્યા તા
તેં મામા માસી ને સંહાર્યા તા            ---હો


તું મીઠી મીઠી મોરલી બજાવતો તો
તું સુતેલા હૈયા જગાડતો તો
તું ભીતિ અમારી ભગાડતો તો          ---હો


તું ડાકોર નો ઠાકોર થઈ બેઠો
તારા બાદશાહી ઠાઠ નો નહીં નેડો
આવ ભેટી એ જરા ઉતર હેઠો          ---હો


મારી પ્રીતિ પુરાણી યાદ રાખજે
એક અમી દ્રષ્ટિ મુજ પર નાખજે

ભક્ત મંડળ ને ચરણોં માં રાખજે       ---હો