માડી તારું કંકુ ખર્યું ને

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતા એ પગ મૂક્યો    ---કંકુ

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો
બ્રહ્મનો ચંદરવો મા એ આંખ્યું માં આંજ્યો
દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો      ---કંકુ

માવડી ની ડોક માં તારા ના મોતી
જનની ની આંખ્યું માં પુનમ ની જ્યોતિ
છડીરે પુકારી મા ની મોરલો ટહુક્યો          ---કંકુ

નોરતાં ના રથ ના ઘુઘરા બોલ્યા
અજવાળી રાતે માં એ અમૃત ઢોળ્યાં

ગગન નો ગરબો માં ના ચરણો માં ઝૂક્યો   ---કંકુ