તું તારા દિલ નો દીવો થાને

તું તારા દિલ નો દીવો થાને ઓ રે ઓ રે ઓ ભાયા

રખે કદી તું ઉછીના લેતો પારકા તેજ ને છાયા
એરે ઉછીના ખૂટી જશે ને રહી જશે પડછાયા          ---ઓ રે

આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા
આતમનો તારો દીવો પેટાવવા તું વિણ સર્વ પરાયા      ---ઓ રે

કોડિયું તારું કાચી માટી નું તેલ દિવેટ છુપાયા

નાની શી સળી અડી ના અડી પ્રગટશે રંગ માયા           ---ઓ રે