આશાભર્યા તે અમે આવિયાં

આશાભર્યા તે અમે આવિયાં
મારે વ્હાલે રમાડ્યો રાસ રે   --  આવેલ આશાભર્યા  રે

શરદ પૂનમ ની રાતડી રે કંઈ
ચાંદો ચડ્યો આકાશ રે      ---   આવેલ આશાભર્યા રે

ઉતારા દેશું ઓરડે રે
એને દેશું મેડી કેરા મ્હોલ રે   --  આવેલ આશાભર્યા રે

દાતણ દેશું દાડમી રે
એને દેશું કણેરા ની કાંબ રે   --  આવેલ આશાભર્યા રે

ન્હાવણ દેશું કુંડીયું રે
એને દેશું નદીયું કેરા નીર રે   --  આવેલ આશાભર્યા રે

ભોજન દેશું લાપશી રે
દેશું કઢિયેલ દૂધ રે              --  આવેલ આશાભર્યા રે

મુખવાસ દેશું એલચી રે
એને દેશું પાન સોપારી રે       --  આવેલ આશાભર્યા રે

પોઢણ દેશું ઢોલિયા રે

એને દેશું હિંડોળાખાટ રે       --  આવેલ આશાભાર્યારે