જેને ભક્તિ માં આનંદ એને સઘળે વૃંદાવન

જેને ભક્તિ માં આનંદ એને સઘળે વૃંદાવન
જેને સત્સંગી નો છે સંગ એને સઘળે વૃંદાવન

હરતા ફરતાં નામ જે હરિ નું જેનું હૈયું ગાતું
જેનું મુરલીધર માં મન એને સઘળે વૃંદાવન  

જીવનદોરી સોંપી જેણે શામળિયા ને હાથ
જેનું પ્રભુ ચરણ માં મન એને સઘળે વૃંદાવન

નંદકુંવર ના નામની જેણે માથે ઓઢી ચુંદડી
જેને રાધા વર નો સંઘ એને સઘળે વૃંદાવન

દામોદર ના દર્શન માટે તરસે જેની આંખડી
જેને લાગી એક લગન એને સઘળે વૃંદાવન

ભક્તમંડળએના ગુણલા ગાતા ગાંડા ઘેલા થઈ જાતા

જેને શ્રીજી બાબા નો સંઘ એને સઘળે વૃંદાવન