લવિંગ કેરી લાકડીએ

લવિંગ કેરી લાકડીએ રામે સીતા ને માર્યા જો
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો

રામ તમ્હારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો
તમે જશો જો પરઘેર બેસવા હું વાતુડિયો થઈશ જો

રામ તમ્હારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો
ત્હમે જશો જો પરઘેર દળવા હું ગંટુલો થઈશ જો

રામ તમ્હારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો
ત્હમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો

રામ તમ્હારે બોલડીએ હું જળ માં માછલી થઈશ જો
ત્હમે થશો જો જળમાં માછલી હું જળ મોજું થઈશ જો

રામ તમ્હારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો
તમે થશોજો આકાશ વીજળી હું મેહુલિયો થઈશ જો

રામ તમ્હારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો

ત્હમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો