મારૂં ઘર સાચવજે ગોવિંદા મારા

મારૂં ઘર સાચવજે ગોવિંદા મારા આંગણિયા માં ખેલે રે
હું જમુના પાણી જાવું છું હું હમણાં દોડી આવું છું
મેં ડેલી ખાલી વાસી છે                                                  ---મારૂં

ગોપી તો જળ ભરવા ચાલ્યા રસ્તા માં સાસુ સામા મળીયા
વહુ કોના ભરોંસે ઘર મેલ્યા રે                                            ---મારૂ

નંદજી નો છોરો રમે છે મારા લાલા સાથે ખેલે છે  
મેં તો એના ભરોંસે ઘર મેલ્યા રે                                          ---મારૂં

એ છોરો તો બહુ લુચ્ચો છે લુચ્ચો છે ને વળી જુઠ્ઠો છે
શીદ એના ભરોંસે ઘર મેલ્યા રે                                           ---મારૂં

બાયજી આડું અવળું ના બોલો એ છોરો બહુ ડાહ્યો છે
મારા કાળજડા ની કોર છે                                                  ---મારૂં

ગોપી તો જળ ભરવા ચાલ્યા ત્યાંતો ભુદરે ભુવન ઉઘાડ્યાં છે
શીકે થી માટ ઉતાર્યા છે                                                      ---મારૂં

ગોપી તો જળ ભરીને આવ્યાં કાના ના તોફાનો દીઠા રે
મારા ઘરમાં તો રેલમછેલ રે                                                  ---મારૂં

મારી મહીં ની ગોળી ફોડી છે મારી ચૂલા ની તાવડી તોડી છે
મારા રસોડા અભડાવ્યાં છે                                                  ---મારૂં

ઓશિયાળા થઈ ને ઉભા છે બહુ રોતાં રોતાં ઉભા છે
જશોદા મા એ તેડી લીધા છે                                                 ---મારૂં

શ્રી વલ્લભ નો સ્વામી શામળિયો ભક્ત મંડળ નો રખવાળો

મારી આંખલડી નો તારો છે                                                 ---મારૂં