કાના માંગુ તારી પાસ

કાના માંગુ તારી પાસ મારી પૂરી કરજે આશ
કર જોડીને માંગુ હું તો એટલું
મને એકવાર દર્શન આપજે

માથે મુગુટ સોહાય કાને કુંડળ સોહાય
કાના ને તિલક કેસર નું ભાલ માં                         ---મને

દાંત દાડમ કેરી કળિયો હાથે વીંટી હીરે જડીયો
તારું મુખડું પુનમ કેરો ચાંદ રે                               ---મને

હાથે બાજુબંધ સોહે પગમાં ઝાંઝરીયા ઝમકે
તારા મુખ પર વારી વારી જાવું રે                           ---મને

તું તો ગોકુળ માં ગાયો ચારે ગોપીઓ નું માખણ ભાવે
તું તો નંદ જશોદા નો લાલ રે                                 ---મને

કદમ કેરી ડાળે ચડતો ગોપીઓ ના ચીર હરતો
તારી મોરલી નો નાદ સંભળાય રે                           ---મને

ભક્તો કહે કર જોડી મારી વિનંતિ સુણજો થોડી
મારા હૃદય ના સુણજો પોકાર રે                             ---મને

ભક્ત મંડળ કહે કર જોડી અમારી અરજી છે થોડી

તમે એક વાર દર્શન આપજો                                  ---મને