ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે

ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે
મારો ચાલે છે વહેવાર રહીશ ના દૂર

મારે આંટી ઘૂંટી આવે છે તેનો તુંજ નિવેડો લાવે છે
જ્યાં જ્યાં મારી ભૂલો થાયે ત્યાં તુજ મુને સમજાવે છે
આ ભૂલા પડેલા ભવરણ માં મને તારો છે આધાર              ---રહીશ ના

મારે પળ પળ તારૂં કામ પડે મારી વારે વારે ભૂલ પડે
તુજ વિણ વ્હાલા વારંવાર વ્હારે મારી કોણ ચઢે
ઓ દિન દુઃખિયા ના દીનબંધુ મારો તારે માથે ભાર              ---રહીશ ના

મારો વહીવટ તું સાંભળી લે મને નિર્લજ જાણી પાળી લે
મનોવૃત્તિ મારી મારી માયા માં થી તારા ચરણ માં વાળી લે

ભક્ત મંડળ તુજ સંગાથે કાયમ છે રહેવા તૈયાર                  ---રહીશ ના