કરી તો જુવો કોઈ કરી તો જુવો

કરી તો જુવો કોઈ કરી તો જુવો મારો હરિ જે કરે તે કરી તો જુવો

કાદવ માં વ્હાલે રૂડું કમળ બનાવ્યું સમુદ્ર ને હાથે થી ઉલેચી જુવો           ---મારો
બાગ બગીચા વળી વન ની વનરાયું ને ફૂલડાં માં ફોરમ ભરી તો જુવો        ---મારો

સૂર્ય ચંદ્ર ને વળી નવલખ તારલા આકાશ ને અધ્ધર કોઈ રાખી તો જુવો    ---મારો
પ્રકાશ પવન ને મન દોડે છે એમાં સ્થિરતા કોઈ લાવી તો જુવો                 ---મારો

મોહ માયા ના રંગ ઘડી ઘડી બદલે મોર ના પીંછા માં રંગ ભરી તો જુવો     ---મારો
પંચદેહ નું આ બન્યું છે રે પુતળું પુતળા માં પ્રાણ કોઈ ભરી તો જુવો         ---મારો

સંસાર સાગર માં મારી નૈયા રે ડૂબે ભવસાગર પાર કોઈ કરી તો જુવો        ---મારો

ભલે રે મળ્યા મારા અંતર ના સ્વામી ગોપી જેવો પ્રેમ રસ ભરી તો જુવો     ---મારો