મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે
પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે              ---મંદિર

નહીં પૂજારી નહિ કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે
નીલ ગગન માં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે         ---મંદિર

વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે

મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે            --- મંદિર