સૂજ વિના અંધારૂં

સૂજ વિના અંધારૂં સકલઘટ સૂજ વિના અંધારૂં
તું તો રૂપ લહે નહિ સારૂં સકલઘટ સૂજ વિના અંધારૂં

અરક તેજ થી આંખો ઉઘડે દુનિયા ને તે દેખે
સૂજ વિના સારૂં ને નરસું સૌ સરખું કરી લેખે             ---સકળ

અદકી ઓછી સૂજ સરવ ને આપી છે કિરતારે
ઝાઝી સૂજે સઘળે જીતે હોય ઓછી તે હારે             ---સકળ

સ્થાવર જંગમ જીવ સરવ માં સૂજ પદારથ મોટું
ઉત્તમ સૂજે અતિ સુખ પામે અદમ સહે દુઃખ મોટું       ---સકળ  

પરમ દયાળુ પ્રભુ ની કરુણા જેના ઉપર જેવી

કહે છોટમ તેના ઉરમાંહે સૂજ ઉપજે એવી              ---સકળ