દયા ના સાગર થઈ ને


દયા ના સાગર થઈ ને કૃપાના નિધાન થઈ ને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજી ની તોલે ના આવો
સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે ફૂલ ને ચંદન થી પૂજાવો                  ---પણ રામ


કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઈ જેણે વગડો રે વેઠ્યો એને લોકો ની વાતે ત્યાગી દીધી
પતિ થઈ પત્ની ને પારખતાં ના આવડી છોને ઘટઘટ ના જ્ઞાતા થઈ ફુલાવો     ---પણ રામ


તમથી એ પહેલાં અશોકવન સીતાજી એ રાવણ ને હરાવ્યો
દૈત્યો ની વચમાં નિરાધાર નારી તોયે દશમાથાવાળો ત્યાંના ફાવ્યો

મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ અમથો વિજય નો લૂંટો લ્હાવો              ---પણ રામ